76 - રોજ તારી વાટ દેખી / દિનેશ કાનાણી


રોજ તારી વાટ દેખી
પી લીધી મેં ચાય આખી !

જાઉં છું પીવા સમંદર
આજ તારું માન રાખી

લાલ પીળો જાંબલી દે,
છાંટમાં તું રંગ ખાખી

થોડી થોડી એય પજવે
જિંદગીને કાળી માખી

કાગડો તો ખૂબ રોયો
લીમડાની ડાળ ચાખી !

આજ તારી વાટ દેખી
ચાય મેં તો ઢોળી નાખી !


0 comments


Leave comment