77 - ધીરને ગંભીર થાતા જાય છે / દિનેશ કાનાણી
ધીરને ગંભીર થાતા જાય છે,
એ નદીના નીર થાતા જાય છે.
જિંદગીને જીવવાની હોંશમાં
દ્રૌપદીના ચીર થાતા જાય છે !
સંગ જેનો ખૂબ ગમતો હોય છે,
એ બધાં તસવીર થાતા જાય છે !
લાગણીને પ્રેમના સંબંધ પણ,
સાંકડી ઝંઝીર થાતા જાય છે.
શબ્દને હું ચાહતો રહું તે છતાં,
શબ્દ પોતે તીર થાતા જાય છે !
0 comments
Leave comment