79 - ધૂળધાણી થઈ જશે / દિનેશ કાનાણી


ધૂળધાણી થઈ જશે
એમ ઉજાણી થઈ જશે

તું અને વરસાદમાં ?
પાણી પાણી થઈ જશે

શબ્દને આરાધજે
મૌન વાણી થઈ જશે

હું ગઝલનો રાજવી
તું ય રાણી થઈ જશે

મોત સામે શ્વાસની
ખેંચતાણી થઈ જશે

રોજ આવી ગડમથલ ?
દોસ્ત ! ઘાણી થઈ જશે !


0 comments


Leave comment