82 - ખૂબ ઊંચે સ્થાન હોવી જોઈએ / દિનેશ કાનાણી


ખૂબ ઊંચે સ્થાન હોવી જોઈએ,
લાગણી ધનવાન હોવી જોઈએ.

એમણે આપેલી પીડાઓ બધી,
આપણી મહેમાન હોવી જોઈએ.

રોજ સાંજે ઘર તરફ પાછા વળાય,
એટલી ઉડાન હોવી જોઈએ.

સ્મિત સામે સ્મિત રોજ મળતું રહે,
એટલી તો શાન હોવી જોઈએ.

ગીત ને સંગીત હો આરતી,
ને ગઝલ લોબાન હોવી જોઈએ.


0 comments


Leave comment