84 - આવવાનું ને જવાનું છે સદા / દિનેશ કાનાણી
આવવાનું ને જવાનું છે સદા
જે થવાનું એ થવાનું છે સદા
યાદ છે ને યાદ છે, હા એ મને
યાદ છે એ ભૂલવાનું છે સદા
સાદ પાડો તોય એ ફાટી જશે
પોત ઝીણું આ હવાનું છે સદા
એક મારું એક તારું કૈં નથી,
મન હઠીલું તો બધાનું છે સદા
બંધ થાશે એક બાજુ દ્વાર તો
બીજી બાજુ ખૂલવાનું છે સદા
0 comments
Leave comment