85 - રોજ ડામાડોળ થાતો જાઉં છું / દિનેશ કાનાણી


રોજ ડામાડોળ થાતો જાઉં છું !
તોય તારા ગીત ગાતો જાઉં છું !!

એક બે ફૂલો મળે છે રાહમાં
ઠોકરય દસ બાર ખાતો જાઉં છું !

લઈ અવાચક લાગણીના X-Ray
લાગણીમાં ગૂંચવાતો જાઉં છું !

હાય ! Hello ફોન પર કરતો રહું
રૂબરૂમાં થોથવાતો જાઉં છું !

ખાતરીપૂર્વક કહી શકતો નથી
ક્યાં ઘવાતો ક્યાં રૂઝાતો જાઉં છું !


0 comments


Leave comment