87 - મરામત બરાબર કરીને / દિનેશ કાનાણી


મરામત બરાબર કરીને
ઊભો છું હથેળી ધરીને !

ડૂબાવી દઈએ જીવનને
સમયના પ્રવાહો તરીને !

હવે માણસો તો જીવે છે
સવારે બપોરે ખરીને !

નથી આવતી ઊંઘ એવી
મળું સ્વપ્નમાં હું પરીને !

અહીં આવ મારી કને તું
ફૂલો દઉં હું ખોબો ભરીને !


0 comments


Leave comment