93 - શહેરમાંથી ગામડામાં જાઉં છું / દિનેશ કાનાણી


શહેરમાંથી ગામડામાં જાઉં છું
છોડી ઘરને, આંગણામાં જાઉં છું

હું કવિતા જયારે લખતો હોઉં છું
મૂળસોતો ચાકડામાં જાઉં છું !

બંધ મુઠ્ઠી માણસો કરતા ભલે,
હું તો લીલા પાંદડામાં જાઉં છું

શું કરું હું સાંજના એકાંતમાં
બે ઘડી, પ્રાર્થનામાં જાઉં છું

લાગણી જેવું નથી મળતું અહીં
એટલે તો વારતામાં જાઉં છું !!


0 comments


Leave comment