94 - તું સરળ સાદા વિધાનો કરે છે / દિનેશ કાનાણી
તું સરળ સાદા વિધાનો કરે છે
ને અહીં મબલખ ખજાનો ખરે છે
તાળવેથી છેક અંદર લગીમાં
વાવટો ઠંડી હવાનો ફરે છે
તાજગીથી દૂર થાતા જઈને
માણસો ડબરો દવાનો ભરે છે
ક્યાં ગઈ એ પંખીઓની સવારો
આભમાં આજે વિમાનો તરે છે
એટલે અકબંધ છે શ્વાસ મારા
શ્વાસ મારા સૌ જવાનો ભરે છે
0 comments
Leave comment