59 - નથી કાંઈ દેખાતું રસ્તો બતાડો / અંકિત ત્રિવેદી


નથી કાંઈ દેખાતું રસ્તો બતાડો,
બધા હોઠ પર લઈને ફરતાં ધુમાડો.

ઘડિયાળમાં કો'ક ઊંઘી ગયું છે,
સમયને પૂછી જોઈ એને જગાડો.

બધી બાજુ સરખા અમે મેળવેલા,
ગમે તે ખૂણામાંથી અમને વગાડો.

ઉકેલીને રાતોય થાકી ગઈ છે,
દિવસના આ ચહેરાની લાખો તિરાડો


0 comments


Leave comment