63 - ત્રિપદી / અંકિત ત્રિવેદી


એકલી ને વૃદ્ધ એ શબરી હતી,
રામ પણ ફંફોસવા, જોવા ગયા,
બસ, પ્રતીક્ષા એની ઘરવખરી હતી.
*
શ્વાસમાં હોહા અને હલ્લો મળ્યો,
બાળપણ ખખડાવતો આજે ફરી,
કેટલાં વર્ષો પછી ગલ્લો મળ્યો.
*
હા, ઘણા ભાગોમાં વહેંચાયો હતો,
જ્યાં અરીસામાં મને જોવા ગયો,
ત્યાં ફકત ભૂતકાળ દેખાયો હતો.
*
એક પથ્થર જેમ પીગળ્યો જોઈ લે!
સાવ કોરી આંખથી છોને રડ્યો,
શ્વાસમાંથી ભેજ નીકળ્યો જોઈ લે!
*
સામે જ હોય તોય પણ ખોવાઈ જાય તો?
આંખોને બંધ એટલે કરવી નથી હવે,
સપનું અનાયાસે ફરી જોવાઈ જાય તો?


0 comments


Leave comment