65 - જુઓને! ઓટ આવી ત્યારે તો સાગર હું લેખાયો / અંકિત ત્રિવેદી


જુઓને! ઓટ આવી ત્યારે તો સાગર હું લેખાયો,
નથી ખાબોચિયું કે સાવ હું વરસાદમાં ન્હાયો!

અને લોકો તને શોધે છે મારા ઘરના દરવાજે,
ખરેખર તો મને લઈને હું તારા ઘરમાં સંતાયો.

રહીને ડાળ પર એક જ હવે આવે છે કંટાળો,
ફૂલોમાં પણ હવે માણસના જેવો પડઘો સંભળાયો!

ગઝલ તો તું કહે છે હું તો મારી જાત ખોલું છું,
હકીકતમાં ખુલાસો મારો મારી સામે અથડાયો.

સૂરજ કે ચંદ્રની માફક નહીં હાજર રહું કાયમ,
હતો ઘડિયાળમાં હું, ગેરહાજર રહીને વર્તાયો.


0 comments


Leave comment