67 - કો'ક અંદરથી કરે છે ખરખરો / અંકિત ત્રિવેદી


કો'ક અંદરથી કરે છે ખરખરો,
કોણ જાણે તોય જીવું છું ખરો!

એ સીધો કરમાઈને ઊગ્યો હતો,
મેં જ વાવેલો હતો એ મોગરો.

ઝાડનું એકાંત જોઈને થયું,
પાનખરને પી ગયેલો વાયરો.

બંધ આંખોમાં તમે આવી ગયા,
બંધ આંખોમાં થયો ઉજાગરો!

જે રીતે આપે મને મોટો કર્યો,
એ રીતે ક્યારેક તો નાનો કરો!


0 comments


Leave comment