68 - મને સામા મળ્યા હાથે કરીને એ અરીસામાં / અંકિત ત્રિવેદી


મને સામા મળ્યા હાથે કરીને એ અરીસામાં,
ખરેખર ભૂલવા માટે જ જે આવ્યા'તા હિસ્સામાં.

ત્વચાને શું થયું કે નંદવાઈ ગઈ અનાયાસે,
ખબર પડતી નથી કંઈ કેમ ખરબચડા કે લિસ્સામાં!

જરૂરત ત્યાં પડી તો ક્યાં જશું, એવા જ આશયથી,
બચેલી થોડી એકલતાને હું ભરવાનો ખિસ્સામાં.

નથી સપનું, નથી દૃશ્યો, નથી અંધાર મનગમતો,
નથી જોવું ગમે એવું કશું આંખોના કિસ્સામાં.


0 comments


Leave comment