32 - ઊભો સંબંધ, આડો સંબંધ / રમેશ આચાર્ય


ઊભા સંબંધ અને આડા સંબંધ
વિષે વાત કરવી નથી સરળ.
એ કંઈ નથી વત્તાની નિશાની
વિષે વાત કરવા જેવું.
સીધી લીટીના આરપાર
આડી લીટી પસાર થાય
ને જે સંબંધ રચાય
તે થયો ઊભો સંબંધ અને આડો સંબંધ.
મારી હથેળીએ ચઢી ખિસકોલી દાણા ખાતી હોય
એ સમયે મારી પત્ની આવી ચઢે,
ખિસકોલી દાણા ખાવાનું ચાલુ રાખે;
તે થયો ઊભો સંબંધ.
મારી પત્ની અચાનક આવી ચઢે
ને ખિસકોલી ભાગી જાય
તો તે થયો આડો સંબંધ.


0 comments


Leave comment