35 - પરકાયા-પ્રવેશ / રમેશ આચાર્ય


એક વ્યક્તિ બેન્કમાં પ્રવેશી,
ચિત્તો થઈ ગઈ.
બીજી વ્યક્તિ બેન્કમાં પ્રવેશી,
દીપડો થઈ ગઈ.
ત્રીજી વ્યક્તિ બેન્કમાં પ્રવેશી,
શિયાળ થઈ ગઈ.
ત્રણેયની આંખો ચમકતી હતી.
ત્રણેય તેમના હોઠ પર જીભ ફેરવતા હતા.
ત્રણેય આછાં ઘૂરકિયાં કરતાં હતાં.
ત્રણેયે હાથ મિલાવ્યા,
ચમકતી આંખોએ આજુબાજુ જોયું,
સૂંઘ્યું, પૂંછડી ટટ્ટાર કરી, તેને ઝટકો માર્યો,
બેન્કમાં આંટો લગાવ્યો,
મારણ કર્યુ.
બીજી ત્રણ વ્યક્તિઓ આવતી જોઈ
તેમનામાંના ચિત્તા, દીપડા અને શિયાળે
પરકાયા-પ્રવેશ કર્યો.


0 comments


Leave comment