36 - રોટલાની દોડ / રમેશ આચાર્ય


શિયાળુ ઢાબાવાળો રામજી,
તેણે ટાઢો રોટલો મંગાને આપ્યો.
મંગાએ ઝૂંપડીએ આવી
ઝોળીમાંથી કાઢી બહાર મૂક્યો.
વગડાઉ બિલાડી તે લઈ ભાગી.
મંગો તેની પાછળ દોડ્યો.
તેની પાછળ તેની વહુ લખમી દોડી.
તેની પાછળ તેનો દીકરો ભીખલો દોડ્યો.
તેની પાછળ તેની દીકરી જડી દોડી.
તેની પાછળ, ઝાડ નીચે ઊંઘતો, કૂતરો દોડ્યો.
બિલાડી રોટલો મૂકી ભાગી.
મોંમાં રોટલો લઈ કૂતરો દોડ્યો.
કૂતરા પાછળ આખલો દોડ્યો.
કૂતરો રોટલો મૂકી ભાગ્યો.
આખલો રોટલો ખાઈ,
છીંકોટા નાખી,
રન ફોર યુનિટીના,
દોડવીરો વચ્ચેથી નીકળી ગયો.


0 comments


Leave comment