38 - પૌત્રદર્શન: બે તહેવારે / રમેશ આચાર્ય


(૧)
ઉત્તરાયણે પૌત્ર લેતો પતંગની ફુદ્દી,
અણઘડ કાંગરા બાંધેલી.
ફુદ્દી હવામાં આમ ડોલે,
તેમ ડોલે.
પૌત્ર મેદાનમાં તે લઈ દોડે,
હવાને ફુદ્દી સાથે જોડે.
હવા માટે આમ જાય,
તેમ જાય;
એમ ફુદ્દી થઈ જાય.

(2)
ધુળેટીએ પૌત્રમાં
હુતાશણીનો અગ્નિ.
ઠારવા માગે ભરપૂર પાણી,
લાલ-પીળા-વાદળી રંગ સંગ
ભળે ફાગની વાણી.


0 comments


Leave comment