40 - કાલાના કાલા-વેડા / રમેશ આચાર્ય


કપાસના છોડની એક ડાંખળી પર
પીળું ફૂલ,
બીજી ડાંખળી પર
લીલું જિંડવુ,
ત્રીજી ડાંખળી પર
ધોળું કાલું.
ફૂલ અને જિંડવા સામે જોઈ,
પછી પોતાને જોઈ,
ફૂલાય ઠાલું.


0 comments


Leave comment