41 - હાથરૂમાલ / રમેશ આચાર્ય


ધોયેલો હાથરૂમાલથી લીધો
તેની ગડી વાળી ખિસ્સામાં મૂક્યો
મોં ધોયું તો ભીનું મોઢું
હાથરૂમાલની ગડી ઉખેળી લૂછ્યું.
ફરી રૂમાલની ગડી વાળી ખિસ્સામાં મૂક્યો.

હાથ ગંદા થયા,
તેને લૂછવા જરૂરી હતા.
તે માટે હાથરૂમાલની ગડી ઉખેળવી જરૂરી હતી.
આ બધી કંટાળાજનક ક્રિયા છે.
હવે હું એ માટે પ્રયત્નશીલ છું કે
મારું મોઢું કે હાથ ધોવા પડે
તેટલા તે ગંદા ન થાય
અને મારો હાથરૂમાલ
કાયમ ચોખ્ખો અને ગડીવાળો
મારા ખિસ્સામાં રહે.


0 comments


Leave comment