42 - પરિવર્તન / રમેશ આચાર્ય


મારી હથેળીએ ચડી
બેઠી બેઠી ખિસકોલી દાણા ખાય.
તેના શરીર પર હું મારો હાથ મૂકું,
તેના શરીરનાં ચટ્ટાપટ્ટામાં મારી
આંગળીઓ ગોઠવું.
હવે મારો હાથ, સેતુબંધ બાંધતો, રામન હાથ,
હવે મારી હથેળી રામની હથેળી,
હવે મારી આંગળીઓ રામની આંગળીઓ.


0 comments


Leave comment