3.25 - કેશવરામ ધીરજરામને / મારી હકીકત / કવિ નર્મદ
તા. ૨૯-૧-૭0
પરમ મિત્ર ભાઈ કેશવરામ,
ઘણે દાહાડે તમારૂં પત્ર આવ્યું તે વાંચી પરમ સંતોષ થયો છે. વચમાં તમે નાંદોદ હતા તે મારા જાણ્યામાં આવેલું ખરૂં. હું તમારી તમારા ઘરની ખબર વખત ડોસીથી જાણી લેતો.
અહીં હું તથા કુટુંબ પેઠે છૈયે ને તમને પ્રસંગે સંભારીએ છૈએ.
સુરભાઈ આજકાલ મુંબઈની કાલેજમાં અભ્યાસ કરે છે, મુંબઈ જઈશ, ત્યારે તેને ને બાવાને તમારી સલામ કહીશ.
કાગળ વેહેવાર ઘણો ખરો ચાલુ રહેતો હોય તો તમને આણી પાસના સમાચારથી જાણીતા કરવામાં આવે.
પુસ્તકો નિકળતાં જશે તેમ તેમ મોકલતો જઈશ.
લા. નર્મદાશંકર.
(રા. કેશવરામ ધીરજરામને મેહેરબાન રેવાકાંઠાના પોલીટીકલ સાહેબ મારફતે ઉદેપુરના રાજાજીના દરબારમાં પહોંચે.)

0 comments
Leave comment