97 - આપવીતી સાંભળીને શું કરું ? / દિનેશ કાનાણી


આપવીતી સાંભળીને શું કરું ?
તારી સાથે ખળભળીને શું કરું ?

આપવાનું હોય એ આપ્યું નહીં
તો હવે પાછા વળીને શું કરું ?

પ્રશ્ન એનો એ જ કાયમ હોય છે
એષણાઓ સાંકળીને શું કરું ?

ના સમજ થઈ નામ વેચે છે બધે
એમને ત્યાં ટળવળીને શું કરું ?

જે સમયની આડ લઈને બોલતા
એ બધામાં હું ભળીને શું કરું ?


0 comments


Leave comment