2.29 - તરે છે / મહેન્દ્ર જોશી


ક્યાંક ડૂબીને તરે છે
નાવમાં નદિયાં ભરે છે

જ્યાં તરસ લાગી અગનની
ટપ દઈ નભથી ખરે છે

રહી નિકટ ભણતું નનૈયો
દૂરનું પડખે સરે છે

મહેલમાં એવું તે શું છે ?
કાં હવાને કોતરે છે ?

ખટખટાવી દ્વાર ઘરનાં
છેક દરિયે ઓસરે છે

સાવ બિંદુવત કરીને
વિશ્વ પાછું આદરે છે

મિત્ર જોશી શું કરો છો ?
પથ તમારો આંતરે છે

૨૨/૦૧/૨૦૧૦


0 comments


Leave comment