2.30 - થવા દે / મહેન્દ્ર જોશી


જે થવાનું છે થવા દે
બંધ પેટી ખૂલવા દે

એક વન દીવાસળીનું
એક તણખો થઈ જવા દે

સૂર્યમાં ભડભડ બળ્યો છું
ના મને ભીની હવા દે

છે તરસ મીઠી મજાની
દે વધારે ઝાંઝવાં દે

આપ કોરો શાન્ત કાગળ
બેક પગલી પાડવા દે

વીનવું હે પળ વિજોગણ !
શ્વેત મોતી વીંધવા દે

મિત્ર જોશી વાર શાની ?
બસ નગારાં વાગવા દે

૨૭/૦૧/૨૦૧૦


0 comments


Leave comment