2.31 - ઊતરે છે / મહેન્દ્ર જોશી


કોણ ઊંડું ઊતરે છે
મૂળ-સોતું ઊતરે છે

છત છજા ગઢ-ગરુડે
ધૂળ ભેગું ઊતરે છે

બંધ ભીંતો દંગ દર્પણ
રૂપ ભીનું ઊતરે છે

રોજ ખટકે છે નજરને
આભથી શું ઊતરે છે !

ના નથી આ સાપબાજી
બંધ પાનું ઊતરે છે

કંઠ લગ જે સાચવ્યું’તું
ઝેર ધીમું ઊતરે છે

મિત્ર જોશી અપશુકન શું ?
કોઈ આાડું ઊતરે છે

૧૨/૦૯/૨૦૦૯


0 comments


Leave comment