2.32 - સરળ તરફ / મહેન્દ્ર જોશી


સરળથી અતિ સરળ તરફ
ચલો મન આદિ પળ તરફ

ડગ્યા મેરુ ને મન ડગ્યાં
પડ્યા પડદા અચળ તરફ

જઈ ઊભા પરિઘ ઉપર
ધકેલે કોઈ પ્રબળ તરફ

જરા નીકળીને ઘર બહાર
જુઓ પેલા કમળ તરફ

ન રજ્જુ છે, ન સર્પ છે
ફફડતાં રોજ વળ તરફ

હશે ભીંતો ય કાચની
ન દેખાયું પડળ તરફ

અરે જોશી, દઈ વચન
વળ્યાં પાછા અવળ તરફ

૧૬/૦૬/૨૦૦૯


0 comments


Leave comment