2.38 - કોણ છે ? / મહેન્દ્ર જોશી


જે પળોનાં પાંદડાઓ ખેરવે એ કોણ છે ?
મન વિના પહોંચી ગયા છે માળવે એ કોણ છે ?

વેણ આપે ને ઉપરથી ડામ ચાંપે હોઠને
જીભ ચોંટી છે હજી પણ તાળવે એ કોણ છે ?

એ કણું જો હોત તો હળવેકથી કાઢી શકત
રોજ દરિયો આમ લૂનો ફાળવે એ કોણ છે ?

કોઈ ડમરી જેમ આવે કોઈ આવે આગ લઈ
ઓસને ઝીલી જુએ જે ટેરવે એ કોણ છે ?

એક જે બારાક્ષરીની બહાર જઈને પણ રમે
એક પોતાનો જ કક્કો સાચવે એ કોણ છે ?

એક અંગત ઓરડાની સાવ અંગત બારીએ
ચંદ્રની સોળે કળાઓ દાખતે એ કોણ છે ?

૨૯/૦૩/૨૦૦૪


0 comments


Leave comment