2.39 - કથા / મહેન્દ્ર જોશી
આ તરફ તું છે અને જર્જર કથા
આ તરફ હું છું અને બર્બર વ્યથા
સડસડાટે નીકળી હું જાઉં પણ
આડે ઊભા – છે - નથી - જો કે – તથા
તેં સમંદર ઓટનો જોયો હશે
વ્હાલમાં આવે ન ઘટ અન્યથા
આ જ પાછો રંગ ચહેરાનો ફર્યો
એક કાચંડાએ માંડી છે કથા !
છો નદીમાં ચાળણી રાખી ઊભો !
તું પકડવાને મથે ક્ષણને વૃથા
મામલો આખો તમાશાઈ બન્યો
સત્યને તરછોડવાની થઈ પ્રથા
૨૦/૦૬/૨૦૦૬
0 comments
Leave comment