2.40 - નથી નથી / મહેન્દ્ર જોશી


અક્ષૌહિણી હજાર છે તોપણ નથી નથી.
હું એક, એ અપાર છે તોપણ નથી નથી

તોળી રહી છે વિશ્વને આ એક અંગૂલિ
જેના ઉપર મદાર છે તોપણ નથી નથી

એ બંસરી, એ મોરના પીંછા સમી નજર
હસતા ઊભા મુરાર છે તોપણ નથી નથી

ચહેરા તો આંખમાં હજી એવા તર્યા કરે
મૃગજળ તણો પ્રકાર છે તોપણ નથી નથી.

શ્રદ્ધાની લાકડી લઈ ક્યાં ક્યાં જઈશ હજી
ઝોળી મહીં હકાર છે તોપણ નથી નથી

ઢગલો કરી દીધો તને ઐશ્વર્ય નામનો
તારી કને પટાર છે તોપણ નથી નથી.

આ શેષશાયીનો સમય, પોઢણ તણો સમય
પડખું ફર્યાને વાર છે તોપણ નથી નથી.

૧૭/૦૭/૨૦૦૮


0 comments


Leave comment