2.41 - નથી / મહેન્દ્ર જોશી


રાક્ષસ રહ્યો, પરી નથી નથી !
એવી કથા મેં તો કથી નથી

ઘડિયાળ ઘરની બંધ છે બધી
જાણે સમયને સારથિ નથી.

પાછો ફરીશ, પંખીલોકમાં –
મારી હયાતિ રાખથી નથી

એ કોણ જે ઉલેચતું રહે
મતલબ નદીનો રેતથી નથી

બુઠ્ઠાં બરડ છે આયુધો બધાં
મેદાન છે મહારથી નથી

આ શ્વાસ મંદ પડતો જાય છે
પીડા પરાઈ જ્યારથી નથી

૨૩/૦૫/૨૦૦૫


0 comments


Leave comment