13 - ખેતર વચ્ચે / રાવજી પટેલ
તગતગ્યાં
બે દૂધભર્યા ડૂંડાં લચેલાં સાવ પાસે !
રોમ પર એકાંત સરકે સીમનું.
હું શું કરું ?
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊંડું ?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું ?
રે શું કરું ?
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક,
પણ તે જાઉં ક્યાં ?
મારા ભણી વાલોળનો વેલો સરી આવે !
વેલો નહીં – એ તો
પવન-તડકો અને માટી બધું ભેગું થઈ ને વેગથી..
0 comments
Leave comment