14 - એક મધ્યરાતે / રાવજી પટેલ


અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રગટ થઈ ગૈ શી પલકમાં !

અને આ હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાકુરો ફર ફર થતા. સ્ટેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબકયો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.

વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.


0 comments


Leave comment