16 - અમીં / રાવજી પટેલ


મૂઠ મારી આ હોય એવી તો
રાત પડી ને આંગળમાંના
કૂવાનું ઊંડાણ સામટું થરક્યું.
ગંધ પિવાડી કૈંક ઉછેર્યા
સમણાં અમને ડંખ્યાં; સાજણ
અમીં ન’તું રે ધાર્યું !

પહેલાં પાન હલે કે હળુ પગેરું
સમજી મનમાં હરખી લેતાં,
પીપળની અવ ઘોર ઘટામાં
તારલિયો અંધાર સૂસવતાં
અમીં લાગતાં કંપ્યાં;
સાજણ અમીં ન’તું આ ધાર્યું !


0 comments


Leave comment