19 - મન્થન / રાવજી પટેલ


અચાનક તૃણનાં છૂટયાં તીર
ભરેલું ભીતર ભેદ્યું !
પાતાળો ફોડીને શાંત સૂતેલા
શેષનાગનું મસ્તક છેદ્યું.
આંખોથી દડદડ છૂટી શૈયા
કૂંપળમાંથી મુશળ વાગ્યાં અંધારાં.
ચ્હેરાનું પેલું કમલસરોવર
ખાલી તો ખાલી લાવો તે કયાં ?
લાવો લાવો ચંદનનાં જલ.
કોણ મને આ કાવ્ય સરીખું પીડે ?
આ તે કોણ મને –
માટીનો પરખીને મનથી ખેડે ?...


0 comments


Leave comment