23 - છલકું છું / યોસેફ મેકવાન


તારાં સ્મરણમાં અંગ અંગે એમ સ્પર્શું છું,
તું તો નથી ને તારી હું છાયાને વળગું છું.

એકાંતમાં-અંધારમાં ઝબકી ન જા પ્રિયે !
એ તો હું તારા ખ્યાલમાં હળવેક ફરકું છું.

કેવી દશામાં મેં જીવનની ચાલ જોઈ કે –
ફૂલો નથી ને ડાળ પર હું તોય અડકું છું.

દુ:ખો વિનાની જિંદગી તો સ્વપ્ન છે દોસ્તો !
પાછળ જવું એની - સજાનું રૂપ સમજું છું.

મારી હયાતીમાં મને સમજી શક્યાં ના જે,
હું પાંપણે એની હવે હળવેક છલકું છું.

૧૯૭૬


0 comments


Leave comment