20 - યાદ કઈ અટવાય છે દીવાલ પર? / શ્યામ સાધુ


યાદ કઈ અટવાય છે દીવાલ પર?
લાગણી અફળાય છે દીવાલ પર.

દોસ્ત ! એનાં થઇ ગયાં આ બારણાં,
છાંયડા લહેરાય છે દીવાલ પર.

શબ્દની કુંજો ભલે ત્યાં પાંગરે,
શૂન્યતા સચવાય છે દીવાલ પર.

ઓશિયાળા થઇ ઊભા અંધારની –
વેદના અંકાય છે દીવાલ પર.

સાંજના ભૂલા પડેલા વાયરા,
થાકીને લંબાય છે દીવાલ પર.


0 comments


Leave comment