44 - આંસુની સુખાર્દ્ર ભ્રમણાનું આક્રંદગીત / જયેન્દ્ર શેખડીવાળા
અરે ! આ શું છે ? આંસુ છે કે અડિયલ બગાસું ? મારા જીવસોતું દોડે શું ત્રાંસું ?
પરબારા પડછાયા પરભવને સુંઘે ? કે આ ભવ બગીચો હું ફાંસુ ?
*
લિમ્બોરી જેવડુંક લહેરાતું સુખ મને અડકે છે એમ
તારી ભોળભોળ આંગળીને ચૂસું છું જેમ
ખિસકોલી ! ટેરવાં છે રાધાનું મુખ ? એમ સોગંધે ખાધી
મને કોળ ભરી ચૂમી લઇ પૂછું છું કેમ ?
મુખ / સુખ (કલ્પેલું ખારવાનું દુઃખ) બધું
આરપાર જીવ્યાનું, ધોધમાર જીવ્યાનું કારણ છે ખાસ્સું
અરે ! આ શું ?
*
તારી આંખો તો લીમડાનાં મઘમઘતાં ગામ
તારા નાકકાન હાથપગ લીમડા છે લીમડા તાકધિન લીમડા છે
અડધા હું પાથરું ને અડધાને ઓઢું
મારા લીમડામય હોવામાં બોલ રાં... હથેળી ! તને તે એવી કઇ પીડા છે ?
*
(ઓ લોહીઝાણ !) લીમડેરી આંખ જરા જાગીને ઝાંખ :
ઓલા, પાંદ પર ઓસ છે કે આંસુ ?
અરે ? આ શું ?
*
0 comments
Leave comment