52 - કંઇ વરસે વતનમાં / જયેન્દ્ર શેખડીવાળા

છબાક્ કાબર. છબાક્ હોલો. છબાક્ છબ્બો ખિસકોલીનું કૂદવું અમને મળિયું
ગજવે ઘાલી નીકળ્યો ‘તો હું
વેણીવંતા, કેશકુંવારા, મારી મા-વેળાનું ફળિયું, ગામને મુઠ્ઠી તડકો
ચબૂતરાની એંધાણી પર

પગલું પડતાં રડી ઉઠ્યો રે મારામાં જઈ ઢળી પડેલા નભનો પડઘો
છબાક્ કાબર. છબાક્ હોલો. છબાક્ છબ્બો ખિસકોલીનું કૂદવું આંખે ઢળિયું
છબાક્ કાબર. છબાક્ હોલો. છબાક્ છબ્બો ખિસકોલીનું કૂદવું અમને મળિયું
પહોંચ્યો અંતરિયાળ ગોંદરે
પગલું પડતાં ભેટી પડતી જ્યાં આંખોને ભાગળ આખી થઇ ઝળહળિયું
કૈં કેટલા વરસે મારી
સદ્દગત માનો ખોળો પલળ્યો, પલળી મારી સૂધબૂધ ને પલળ્યું પગનું તળિયું
છબાક્ કાબર. છબાક્ હોલો. છબાક્ છબ્બો ખિસકોલીનું કૂદવું પાછું વળિયું
છબાક્ કાબર. છબાક્ હોલો. છબાક્ છબ્બો ખિસકોલીનું કૂદવું અમને મળિયું

0 comments

Leave comment