54 - વિષ(ય)વાદીનો વિષમંત્ર / જયેન્દ્ર શેખડીવાળા

ઢિઢિઢિં ઢિમ્બાંક ઢિં ઢૂમ્ ઢિઢિઢિં ઢિમ્બાંક ઢિં ટુમ્
ઢિઢિઢિં ઢિમ્બાંક ઢિં ઢૂમ્ ઢિઢિઢિં ઢિમ્બાંક ઢિં ઢૂમ્
ઢિન ઢિઢૂમ્ ઢિન ઢિઢૂમ્ ઢિન ઢિઢૂમ્ ઢૂમ્ ...
ઢિન ઢિઢૂમ્ ઢિન ઢિઢૂમ્ ઢિન ઢિઢૂમ્ ઢૂમ્ ...

તક્ષકના ફૂંફાડે મારું ગામ હિયોરી ગામ જીવે... ઢૂમ્ ઢમ્
ફૂલવાદીમન ઝેરી તારું નામ હિયોરી નામ પીવે... ઢૂમ્ ઢમ્
ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ગામ

ગામની ઝાડી વચ્ચે અટવાતા જંગલનું કોતર કોતર વચ્ચે
લીસ્સું લસરક નાગમણિનું લીલછાયું અજવાળું
મણિ આંધળો પારસ દીવે આંખ દઝાડે આંખે ઝીણું
ઝેર ચડે ને ભૂરુંભાંખરું ઊડ્યા કરે કૈં પાંખાળું
પાંખાળું પ્રાણી તે પૂર્વજડામ હિયોરી ડામ જીવે.. ઢૂમ્ ઢમ્
તક્ષકના ફૂંફાડે મારું ગામ હિયોરી ગામ જીવે... ઢૂમ્ ઢમ્
ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ચામ

ચામની હાડ સંબંધી અફવામાંથી ડંખ ચૂસીને પુનકમાતા
વાદીનો પડછાયો પાછો ભોગ ભોગવે કલ્મષગામે
કલ્મષગામે નીચે ટેકરે ટિંટોળીનો માળો જોતાં ને વરસે વરસાદ
કહીને પોક મૂકતો વાદી સત્વર કોતર સામે
કોતરમાંથી ફૂંફવે નકરો વામ વિયોરી વામ જીવે.... ઢૂમ્ ઢમ્
ફૂલવાદીમન ઝેરી તારું નામ હિયોરી નામ પીવે... ઢૂમ્ ઢમ્
ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ઢૂમ્
ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ધ્રુમ્બકધ્રુમ્બા ઢૂમ્

ફૂલવાદીમન = લાલવાદી – ફૂલવાદીની વાર્તાનો નામાર્થ સંદર્ભ – ઝેર ચૂસનાર-,
પૂર્વજડામ = પૂર્વજોએ દીધેલા ડામરૂપી જન્મ,
ચામની હાડ સંબંધી અફવા = નારી દેહ
ડંખ ચૂસીને = અલિપ્ત રહીને,
કલ્મખ ગામે = મનોનર્કમાં

0 comments

Leave comment