56 - અશ્રુંજયની તળેટીમાં ડૂબતા- / જયેન્દ્ર શેખડીવાળા
ડૂબવે છે આ શિખર અમારાં નેત્રુંજયનાં પાણી રે
દૃશ્યો તારા દે રે અમને, મૃત્યુંજયની વાણી રે
ગીત લખંતા શ્યામનયનનાં વ્હેરાયો અક્ષરનાં દર્મે
પ્રાસ અમાસનો તેથી કોયલ થઇ ગઈ કાળા સંદર્ભે
ડૂબણવેળા રાત છે કાળી શત્રુંજ્ય સમાણી રે
દૃશ્યો તારા દે રે અમને, મૃત્યુંજયની વાણી રે
મલીરને મીરાંની વચ્ચે મારા સંબંધો જીવે
દેશ દ્વારિકા જતાં ચરણને કોનાનુબંધો પીવે?
કંઠે આવી અટક્યો છે રે શબ્દુંજયનો દાણી રે
દૃશ્યો તારા દે રે અમને, મૃત્યુંજયની વાણી રે
અશ્રુંજય = અશ્રુ ઉપર વિજય
નેત્રુંજય = દ્રષ્ટિ ઉપર વિજય
મલીરને મીરાંની વચ્ચે મારા સંબંધો જીવે = અસાર અને સંસાર વચ્ચે જીવાતા સંબંધો
0 comments
Leave comment