2 - કવિતા વિશે.... – ૨ / મણિલાલ હ પટેલ


દાદીમાના ચહેરાની કરચલીઓ
કવિતા : ખેતરે ખેતરે ખેડ
ચાસ, ઊના ઊના શ્વાસ માટીના
વાટ જોતી નવોઢાનું આંસુ
અંધારે રણઝણતાં ઝાંઝર
કવિતા :
નથણી નીરખતો નાથ
ઓકળિયો પાડતો હાથ
કદી નહિ મળનારો સાથ કવિતા
પશ્ચિમાકાશે એકાકી
બીજત્રીજનો ચન્દ્ર મારી કવિતા...0 comments


Leave comment