3 - કવિતા વિશે.... – ૩ / મણિલાલ હ પટેલ


કવિતા :
સાંજને સોડમથી ભરી દેતા
રોટલા ઘડતી બાના હાથ
માટી ને મોલમાં મોક્ષ જોનારા
દાદીનાં છેલ્લાં વર્ષો : કવિતા –
અષાઢી મેઘ અને
નહિ ઝીલી શકાતી
શતશત નેવાંની ધાર....
મારા શૈશવના ફળિયામાં
હજી ય ચણતાં કબૂતર –
મારી કવિતા....0 comments


Leave comment