5 - કવિતા વિશે.... – ૫ / મણિલાલ હ પટેલ


ભવભવની ભીની આણ
ઊતારવો બાકી સહિયરનો દાવ
કવિતા : દીવાલ પરના કંકુ થાપા
બાપુજીનું ડૂમો થઇ ગયેલું ગીત
કોઈને માટે સાચવી રાખેલું
નહીં વહાવેલું કાળમીંઢ આંસુ –
કવિતા....
છાનાંછપનાં ડૂસકાં ભરતાં શેરી ને
પાદર
વતનવિચ્છેદ ટાણે
ભાઇની આંખોની આર્દ્રતા
બેનનો ભીનો ભીનો અવાજ –
મારી કવિતા....0 comments


Leave comment