7 - કવિતા વિશે.... – ૭ / મણિલાલ હ પટેલ


રણમાં તોફાની તોખાર પવને
ચીતરેલી કોમળ કોમળ ઓકળિયો
કવિતા :
પહાડોમાં હવાએ કોરેલાં શિલ્પો
ભીની રેતમાં પ્રિયજનોએ લખેલાં
નામને ભૂંસી નાખતાં
દરિયાનાં મસ્તીખોર મોજાં : કવિતા
વૃક્ષે વૃક્ષે માળામાં સેવાતા
અનાગત કલરવતા દિવસો
સુક્કી ડાળ પર
બેઠેલી શૂક પંક્તિઓ
ઘોર અંધારી રાતનાં નક્ષત્રો :
મારી કવિતા....0 comments


Leave comment