8 - કવિતા વિશે.... – ૮ / મણિલાલ હ પટેલ


અસવાર નહીં થવા દેતી
ઋતમાં આવેલી (ભાષાની) ઘોડી –
કવિતા :
ભીતરમાં ભડભડતી આગ
અને ‘બળતાં પાણી’ માટીમાં દટાયેલું
વૃક્ષ થવા માથું ઊંચકતું બીજ
અંદર સળાવા મારતી વીજ : કવિતા
ચાહતને વળાવી
ખાલીખમ પાછી વળતી ગાડીઓ
પાછા વળીને કદી ન પહોંચી શકાય
એટલે દૂર નીકળી ગયાનો સણકો
મનને તાવ્યા કરતો તણખો :
મારી કવિતા....0 comments


Leave comment