9 - કવિતા વિશે.... – ૯ / મણિલાલ હ પટેલ


કવિતા :
ઘરની જાળીમાં મોટા થતા
પડિયામાં પ્રગટેલા માતાના જવારા
નિર્જળ તળાવની તિરાડો
કવિતા : બેનનું ગૌરીવ્રતનું જાગરણ
ભીતરના જખમો યુગોની પીડા
અહો રાત.... અહો રાત.... સતત જાગરણ
મારી કવિતા....0 comments


Leave comment