1.1 - અણીએ ઊભા / સંજુ વાળા
ઝીણું જો ને!
જો, જડવાની અણીએ ઊભાં!
મણ આખામાં ક્યા કણ સાચા, પડશે કેમ પતીજ?
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્દભીજ!
ઓરું જો ને!
જો, અડવાની અણીએ ઊભાં!
થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
ઊચું જો ને!
જો, ઊડવાની અણીએ ઊભાં!
(૦૨-૧૧-૨૦૦૪)
0 comments
Leave comment