1.3 - કોણ ભયો સંબંધ / સંજુ વાળા


ખુલ્લી આંખે અંધ!
વાતાયનમાં વ્યાપ્ત રહે પણ
ના પકડાતી ગંધ!

કાયાના ક્યા ખૂણે વ્હેતી તિલસ્માતની ધારા?
રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં!
કિહાં સાંસ-ઉસાંસ સમાગમ?
કોણ ભયો સંબંધ?
ખુલ્લી આંખે અંધ!

છાતી પ્રગટ નિજ-મંદિર જેનાં સૌ દરવાજે તાળાં
ચાર ઘડી ચોઘડિયાં વાજે ઘડી-ઘડી ઘડિયાળાં
નિશદિન નામ નિશાન જરાજર
રચે ઋણાનુબંધ!
ખુલ્લી આંખે અંધ!

(૧૪-૦૩-૨૦૦૪)


0 comments


Leave comment