1.5 - રમે માંહ્યલો / સંજુ વાળા
રમે માંહ્યલો રંગે
ભલે ભસ્મનાં ત્રિપુંડ તાણ્યાં
ભભૂત ચોળી અંગે...રમે માંહ્યલો રંગે
તાળીનું તો એવું કે, ના વાગે એક જ હાથે
બીજો સહી-સલામત કિન્તુ રહેતો ના સંગાથે.
પ્હોંચ મુજબ પગ દોડી, થાકી
પોઢી જાય પલંગે...રમે માંહ્યલો રંગે
લંપટ આંખો વિવિધ રંગનાં દ્રશ્યોમાં જઈ પેઠી
જીભ કોકડું વળી દાંતની બખોલ વચ્ચે બેઠી
અળવિતરાં સૌ અવયવ લઈને
લડો કેટલા જંગે ?....રમે માંહ્યલો રંગે
ભલે ભસ્મનાં ત્રિપુંડ તાણ્યાં
ભભૂત ચોળી અંગે....રમે માંહ્યલો રંગે
(૧૫-૦૩-૨૦૦૪)
0 comments
Leave comment